માંડવી તાલુકાના માંડવી નલીયા હાઈવે કાઠડા ત્રણ રસ્તા પાસેથી માદક પદાર્થ મુદ્દામાલ કુલ ૪,૦૯,૩૯૦/-સાથે ૦૧ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ

image-285

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્તનાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગ રખીયા નાઓએ અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન ગઇકાલ તા.૨૬/૦૩/૨૦૨૬ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ માંડવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.હે.કો. પૃથ્વીરાજસિંહ વાઘેલાનાઓ ને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી માંડવી તાલુકામાં માંડવી-નલીયા હાઈવે કાઠડા ત્રણ રસ્તા પાસેથી આરોપી સાગર શાંતિલાલ મોતીવરસ(ખારવા), ઉવ. ૩૦, રહે. હાલ ખારવા ચોક મુંદરા, કચ્છ મુળ રહે. જય નગર માંડવી, કચ્છ વાળા પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૧ કિલો ૩૨૧ ગ્રામ, કિ.રૂ. ૬૬,૦૫૦/- ના નાર્કોટિક્સ મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

સાગર શાંતિલાલ મોતીવરસ(ખારવા), ઉવ. ૩૦, રહે. હાલ ખારવા ચોક મુંદરા, કચ્છ મુળ રહે.

જય નગર માંડવી, કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ

→ (૧) માદક પદાર્થ ગાંજો, ૧.૩૨૧ કિલો ગ્રામ કિ.રૂ. ૬૬,૦૫૦/-

(૨) મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૪૩,૦૦૦/-

(૩) રોકડા રૂપિયા ૨૪૦/-

:- (૪) ટાટા કંપનીની ઝેસ્ટા કાર કિ.રૂ.૩,૦૦,000

:- (૫) ડીજીટલ વજન કાંટો નંગ ૦૧ કિ.રૂ. ૧૦૦/-