કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાની મુલાકાતે
તા.૨૮, માર્ચ રાજકોટ ખાતે યુવા સંવાદ અને વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે તા.ર૯, માર્ચ, ઉપલેટા ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુકાલાત કરશે. ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા આગામી તાઃ ૨૮ અને ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ શહેર, ઉપલેટા વિવિધ લોકાર્પણ, સામાજિક સેવા અને જનસંપર્કના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી જનતા તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
તા: ૨૮ માર્ચ, શનિવારના રોજ કાર્યક્રમની શરૂઆત આર. કે. યુનિવર્સિટી ખાતે યુવા સંવાદ થી થશે. ત્યારબાદ રાજકોટ મડાનગરપાલિકા ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ સમારોહમાં હાજરી આપશે ત્યારબાદ મેઘાણી રંગભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કરશે. પ્રવાસના બીજા દિવસે ૨૯ માર્ચ, રવિવારના રોજ ઉપલેટા સ્થિત ગોરસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી માર્ગદર્શન આપશે.