પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ વચ્ચે ઈરાની નેવી ચીફ અલીરેઝા તંગસિરીનું મોત

copy image

copy image

copy image

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ વધારે લોહિયાળ બનતું જાય છે ત્યારે ગુરુવારે ઈઝરાયલી સેના તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ પાસે કરવામાં આવેલા હુમલામાં ઈરાની નેવી ચીફ અલીરેઝા તંગસિરીને મારી નાખવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અલીરેઝા 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા પશ્ચિમ એશિયામાં હુમલા સામે સતત ઈરાની નૌસેનાની કમાન સંભાળી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે હોર્મુઝને સંપૂર્ણ બંધ કરીને દુશ્મનને મોટો ઝટકો આપવાની ચીમકી આપી હતી.  ધ જેરુશલેમ પોસ્ટ અનુસાર ઈઝરાયલની સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમણે હોર્મુઝ નજીક ઈરાની પોર્ટ શહેર અબ્બાસને નિશાન બનાવ્યું હતું. જાણવા મળ્યું છે કે,આ હુમલામાં જ અલીરેઝાનું મૃત્યુ થયું છે. અલીરેઝા 2018થી આ પદ સંભાળી રહ્યા હતા