ભુજ તાલુકાના થરાવડાની સીમમાં ત્રણ વાડીમાંથી બોરવેલના વાયરની ચોરી
copy image

ભુજ તાલુકાના થરાવડાની સીમમાં ત્રણ વાડીમાંથી બોરવેલના વાયરની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. પદ્ધર પોલીસ મથકે ચંદિયા ગામના જયસુખભાઇ વલમજી સોરઠિયા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 24/3ના રાતથી બીજા દિવસની સવાર સુધી તેની થરાવડાની સીમ પાસે આવેલી વાડીમાંના બોરવેલમાંથી તેમજ સાહેદો હરેશભાઇ કરશનભાઇ મેતા (આહીર) અને વાલજી કાનજીભાઇ મેતા (આહીર)નીય વાડીમાંના બોરવેલમાંથી કુલ્લે રૂા. 18,230ના જુદા-જુદા વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી . પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.