ભારાસરમાં યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

copy image

copy image

ભારાસરમાં ગત તા. 16/3ના રાતે તાલુકાના ભારાસરમાં યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે નાગિયારીના એક ઇસમના ત્રાસથી તેણે આ અંતિમ પગલું ભર્યું હતું . આ અંગે માનકૂવા પોલીસ મથકે ભાવેશ કાનજીભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર યુવતી દીપાલી અને અલ્તાફ એકબીજાના પરિચયમાં હતા. અલ્તાફ દીપાલીને ત્રાસ આપતો હતો.આથી દીપાલી અલ્તાફથી પીછો છોડાવા માંગતી હતી, પરંતુ આરોપી અલ્તાફ તેની સાથે સંબંધો ચાલુ રાખવા માટે અવાર-નવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારતા દીપાલીએ તા. 16/3ના ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું . પોલીસે અલ્તાફ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આદરી છે.