રાપરમાં સામાન્ય જેવી બાબતે બે ઇસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી 23 વર્ષીય યુવાનની હત્યા કરી
copy image

રાપરમાં સામાન્ય જેવી બાબતે બે ઇસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી ઉ.વ.23 ની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે બનાવ અંગે બહાર આવેલી વિગતોના અનુસંધાને મામલતદાર ત્રિકમનગરથી ત્રિકમ સાહેબના વિરડા તરફ માર્ગ ઉપર હત્યાનો બનાવ બન્યો હતો. બે આરોપીએ કચેરી પાસે રહેતા દયાલ નામના યુવાનને પેટના ભાગે છરીનો ઘા માર્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવાનને સારવાર કારગત નીવડે, તે પહેલા જ છેલ્લા શ્વાસ લેતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. આરોપી દિનેશ તરસી કોળી અને પરબત પતા કોળી નામના બે જણે મૃતક ઉપર હુમલો કર્યો હોવાનું પરિવારજનોએ લખાવ્યું હોવાનું પોલીસે પ્રાથમિક નોંધને ટાંકીને જણાવ્યું હતું આ યુવાનની કયા કારણોસર હત્યા નીપજાવવામાં આવી હશે વગેરે વિગતો જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.