એલ્યુમીનીયમના કેબલની ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઇ રબારી તથા જીવરાજભાઇ ગઢવીનાઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા વિરાણી ફાટક પાસે આવતા શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને ખાનગી અને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે, “સુલતાન જુસબ મોખા રહે નાના વરનોરા તા.ભુજ વાળો તેના મળતીયા સાથે મળી કોટડા(જડોદર) થી નખત્રાણા બાજુ થી એક બોલેરો પીકઅપ લોડીંગ કરી જેના રજી નંબર GJ-12-CT-3851 છે તેમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી નખત્રાણા તરફથી આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમીનીયમના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ એલ્યુમીનીયમના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે.” જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બોલેરો પીકઅપ રજી. નંબર GJ-12-CT-3851 વાળી મળી આવેલ અને બોલેરો પીકઅપમાં પાંચ ઇસમો મળી આવેલ અને તેમના કબ્જામાંથી એલ્યુમીનીયમના કેબલના ગુચડા મળી આવેલ. જેથી મજકુર ઇસમોની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા જણાવેલ કે, “આજથી બે દિવસ પહેલા રાત્રીના સમયે કોટડા (જડોદર) થી જડોદર તરફ જતા રસ્તા પર જડોદર ગામની સીમમાં જઈ મોટા થાંભલાની લાઇન પર રહેલ કેબલ કાપી અમો પાંચેય માણસોએ સાથે મળીને ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ. જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમોને અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
→ કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૬,૮૦,૦૦૦/-)
એલ્યુમીનીયમના વાયરોના ગુચડા જેનો વજન આશરે ૧૮૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૧,૮૦,૦૦૦/-
મહીન્દ્રા કંપનીનું સફેદ કલરનું પીકઅપ જેના રજી. નંબર GJ-12-CT-3851 હોઇ જેની કી.રૂ. ५,००,०००/-
→ પકડાયેલ ઇસમો
કાસમ જખરા મોખા ઉ.વ. ૪૨ રહે નાના વરનોરા તા.ભુજ
સુલતાન જુસબ મોખા ઉ.વ. ૩૨ રહે નાના વરનોરા તા. ભુજ
અનીશ ગની મોખા ઉ.વ. ૨૦ રહે નાના વરનોરા તા. ભુજ
અબ્દુલમજીદ ઉમર મેર ઉ.વ. ૨૭ રહે નાના વરનોરા તા. ભુજ
સલીમ મામદ મોખા ઉ.વ. ૨૦ મજુરી રહે નાના વરનોરા તા. ભુજ
- નીચે મુજબનો વણસોધાયેલ ગુનો શોધી કાઢેલ
નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૩૨૯/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ