આધાર પરાવા વગરના એલ્યમીનીયમના વાયરો સાથે બે ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. અનીરૂધ્ધસિંહ રાઠોડ, પંકજકુમાર કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા નાગોર રેલ્વે ફાટક પાસે આવતા પંકજકુમાર કુશવાહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “સુલતાન ઇશા સમા તથા સિકંદર ઉમર અભદા જે વરનોરા તથા બીટાવાળા હાલે અશોક લેલેન્ડનુ લોડીંગ વાહન જેના રજી નં.GJ-12-BX-2073 વાળી લઇને હાલે વરનોરાથી ભુજ તરફ આવી રહેલ છે અને તેઓના કબ્જાના વાહનમાં શંકાસ્પદ કેવલ વાયરો પડેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

: કબ્જે કરેલ મુદ્દામાલ

  • એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આશરે ૩૫૦ કી.ગ્રા. કિં.રૂ. ૩૦,૦૦૦/-
  • અશોક લેલેન્ડ કંપનીનું વાહન રજી.નં. GJ-12-BX-2073 કિં.રૂ. 3,00,000/-

પકડાયેલ ઇસમો

સિકંદર ઉમર અબડા ઉ.વ. ૩૫ રહે. નાના વરનોરા તા.ભુજ

  • સુલ્તાન ઇસા સમા ઉ.વ. રર રહે. બીટા તા. અબડાસા

સિકંદર અબડાનો ગુન્હાહીત ઇતિહાસ

ભુજ શહેર બી-ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩ ૨૦૦૩૪૧/૨૦૨૦ MV ACT કલમ ૧૮૫ મુજબ

૨૯૪(બી),૩ ૨૩,૩ ૨૪,૫૦૪,૫૦૬,૫૦૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ

— ભુજ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૧૦૧૪૧/૨૦૨૧ IPC ACT કલમ ૧૧૪,

સુલતાન સમાનો ગુન્હાહીત ઇતીહાસ

  • નલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૫૦૩૬૨૨૦૧૬૫/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી) મુજબ
  • નલીયા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૫૦૩૬૨૪૦૧૦૮/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬પ(એ)(એ) મુજબ
  • નલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૫૦૩૬૨૪૦૧૩૦/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬પ(એ)(એ) મુજબ
  • દયાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૯૫/૨૦૨૨ IPC ACT કલમ ૩૭૯,૧૧૪ મુજબ