મધ્ય પૂર્વમાં યુદ્ધ પ્રેરિત સંકટ વચ્ચે મોદીની સાઉદી અરેબિયાના રાજકુમાર અને વડાપ્રધાન સાથે ટેલીફોનિક વાત
copy image

મધ્ય પૂર્વમાં યુદ્ધ પ્રેરિત સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાઉદી અરેબિયાના રાજકુમાર અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે ટેલીફોનિક વાત કરી હોવાનું જાણવા મળ્યુ છે. આ મામલે વધુમાં વિગતો સામે આવી છે કે આ વાર્તાલાપમાં મોદીએ જણાવ્યુ છે, ઊર્જા મથકોને નાગરિક ઠેકાણાઓ પર હુમલા સહન નહીં કરવામાં આવે. આ વાતચીત દરમ્યાન સર્જાયેલી પરિસ્થિતિ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલી તાણ દૂર કરવા અને ત્યાં રહેતા ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા ચર્ચા કરાઈ હતી. વધુમાં પ્રધાન મંત્ર મોદીએ ટ્વિટર મારફતે જણાવ્યું કે, `મેં ગંભીર પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી.મેં તણાવમાં વધારો, નાગરિકોના જીવ ગુમાવવા અને નાગરિક માળખાગત સુવિધાઓને થયેલા નુકસાન પર મારી ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી’. સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સતત સમર્થન બદલ મોદીએ તેમનો આભાર માન્યો હતો.