દહીંસરા ગૌવંશ કતલ કેસમાં નવો વળાંક, વાયરલ વીડિયોથી ઉઠ્યાં સવાલો, નિર્દોષોને ફસાવવાનો આરોપ

ભુજ તાલુકાના દહીંસરા ગામે માનકૂવા પોલીસે વાડામાં દરોડો પાડી ગૌવંશ કતલનો પર્દાફાશ કરી બે સગા ભાઈઓ મુસ્તાક જુસબ રાયમા અને ઈસ્માઈલ જુસબ રાયમાની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે કતલના હેતુથી બંધાયેલાં ૮૫ ગૌવંશને મુક્ત કરાવ્યાં હતાં અને કતલ માટે વપરાયેલી છરી સહિત પુરાવા જપ્ત કર્યા હતાં. કોર્ટમાં રજૂઆત બાદ બંને આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જે પોલીસની રૂટિન કામગીરી હતી…
હવે ઘટનાના બે દિવસમાં જ મામલામાં નવો વળાંક આવ્યો છે. દહીંસરા નજીકના ગામમાં કેબલ ચોરી કરવા ઘૂસેલા દિનેશ બાબુ કોલીને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો. મારકૂટ દરમિયાન તેણે કબૂલાત કરી કે તેણે અન્ય ત્રણ યુવકો સાથે મળી દહીંસરામાં વાછરડું કાપીને વાડામાં મૂકી દીધું હતું અને પોલીસને બાતમી આપી બે મુસ્લિમ ભાઈઓને ફસાવાયા હતા. આ કબૂલાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. અહીંથી આવેછે નવું વળાંક, અહીં ચોરી કરવા ગયેલા યુવકે કહ્યું કે, તેને પોલીસવાડાઓએ કહ્યું હતું એટલે તેણે વાછરડું કાપી વાડામાં મૂક્યું હતું…
અહીં વાત સમજવા જેવી છે… જે યુવાન ચોરી કરવા જાય છે તે યુવાનનો ચોરીનો નહીં પરંતુ વાછરડી કાપ્યાનો વિડિઓ વાયરલ થયો આવું કેમ બને… કેવી રીતે બને… કોણે તેને આવું કહેવા અથવા આ બાબતે પૂછ્યું હશે. અથવા તો બોલસવડાવ્યું હશે… આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.
આ બાદ મુસ્લિમ સમાજ તથા AIMIMના આગેવાનોએ નિષ્પક્ષ તપાસની માંગ સાથે જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે. માનકૂવા પીઆઈ કુલદીપ ગઢવીએ જણાવ્યું કે વાયરલ વીડિયોની સત્યતા તપાસવા માટે મોબાઈલ લોકેશન સહિત તમામ ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. તો હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ મામલે આગળ આવી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જયા શ્રી જાડેજાએ સઘળી હકીકતથી લોકોને વાકેફ કરતા કહ્યું હતું કે, ગુન્હેગાર કોણ છે તે જોવાનું કામ કોર્ટનું છે નકે કોઈ ટોળાનું કે કોઈ સંગઠનનું, અગર જે લોકો ગૌ હત્યા કેસમાં પકડાયા છે તેઓ ગુન્હેગાર નથી તો તેના માટે કોર્ટ છે ત્યાં રજૂઆત કરી પુરાવા એકત્ર કરી એફ.આઈ.આર. રદ કરાવી શકાય છે પરંતુ આ મામલે તો લોકો, એટલે કે ટોળા દ્વારા યુવાનને બાનમાં લઈ તેનો વિડિઓ બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ટિપ્પણીઓ કરી કચ્છની કોમી એકતાને ખંડિત કરવો એ એક ગુન્હો જ બને છે. હકીકતે આ વિડિઓ બનાવી વાયરલ કરનારા લોકો સામે કાયદેસર પગલા લઈ તપાસ થાય તો સત્ય સામે આવી જાય, બીજી બાજુ કોઈ સંગઠનના નેજા હેઠળ કોમના નિર્દોષ લોકોને ખોટા રસ્તે ચડાવી ગુમરાહ કરવું એ યોગ્ય નથી. લોકો હકીકતથી વાકેફ થાય અને સત્ય સામે આવે તે માંગ હિન્દુ યુવા સંગઠન ભારત પણ કરી રહ્યું છે પરંતુ બની બેઠેલા સમાજ સેવકો અને સંગઠનોની વાત, તેઓના મુદ્દા, અને તેના પાછળનું સ્વાર્થ સમજી જવાની સમાજના લોકોને જરૂર છે. કચ્છ કોમી એકતાનું એક ઉદાહરણ છે અહીં ગૌ હત્યામાં અનેક વખત આરોપીઓ પકડાઈ ચૂક્યા છે તેઓની સામે કેસો પણ થયા છે જે એક કાયદાની પ્રક્રિયા મુજબ પોલીસ પોતાનું કામ કરતી હોય છે અને કેશ ફાઇલ કરી કોર્ટમાં રજૂ કર્યો હોય છે જ્યાં અનેક વખત સજા પણ થઈ છે. અગર પોલીસ ખોટી હોય તો તેની સામે લડવા કે અપીલ કરવા કોર્ટના દ્વારા ખુલ્લા છે નકે લોકોને ખોટા રસ્તો બૂમ બરાડા પાડી એકઠા કરીને કચ્છની કોમી એકતાને તોડવાના પ્રયાસો કે પોલીસનું મોરલ તોડવા પ્રયાસ કરાય. વધુમાં હિન્દુ યુવા સંગઠન ભારતના શ્રી રઘુવીરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં મીડીયાને કહ્યું હતું…