લખપત પાનધ્રો શાળા પરિવાર આયોજીત સન્માન સમારોહ યોજાયો

લખપત તાલુકાના પાનધ્રો ખાતે પાનધ્રો ગુપ શાળ પી એમ શ્રી ગુજરાત
પાનધ્રો સી આર સી શાળા અને એસ એમ સી પાનધ્રો શાળા પરિવાર આયોજીત સન્માન સમારોહ યોજાયો જીગરભાઈ સુથાર બી આર સી તરીકે પસંદગી થતાં સન્માન સમારોહ મા લખપત તાલુકાની 108 શાળા પરિવાર તેમજ આજુબાજુ ગામડાઓ ના રાજકીય સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પાનધ્રો શાળા ની બાલીકાઓ સ્વાગત ગીત રજૂ કરીયુ હતું અને શાળ ના શિક્ષક એ મહેમાનોનું સબ્દિક સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ મા લખપત તાલુકાના ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર પાનધ્રો ગ્રામપંચાયત પૂર્વ સરપંચ વિક્રમસિંહ સોઢા જીલ્લા કેળવણી નિરીક્ષક દિનેશભાઈ સોલંક પાનધ્રો ગ્રામપંચાયત પ્રતિનિધિ દરીયખાન રાયમા પાનધ્રો યુવા આગેવાન ગીરીરાજસિહ સોઢા
તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન દિનેશભાઈ સતવારા વર્માનગર શાળા આચાર્ય એસ જે મહેતા એકતા વિકાસ સમિતિ ના મંત્રી મહેશભાઈ ઠક્કર જવારાજી હેડાઉ કુલદીપસિંહ ચાવડા તેમજ આજુબાજુ ગામડાઓ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ગીરીરાજસિહ સોઢા એ જણાવ્યું કે જીગરભાઈ સુથાર 12 વર્ષ પહેલાં લખપત તાલુકા ના મુડીયા ગામે શિક્ષક ની શરૂઆત કરી ત્યાર બાદ પાનધ્રો સી આર સી અને હાલમાં લખપત તાલુકાના બી આર સી ની નિમણૂક થવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને તાલુકની દરેક શાળામાં સારું શિક્ષણ મળે તેમજ બાળકોને રમતગમત મા પણ શિક્ષકો દ્વારા સહયોગ આપે તેવી વાત કરી હતી શિક્ષકો પાસે વાલીઓને મોટી અપેક્ષાઓ હોય છે સાથે ખુબ વિશ્વાસ હોય છે આગેવાનો દ્વારા જણાવાયું કે જીગરભાઈ સુથાર ની મહેનત અને ઈમાનદારી થી આજે મોટીસંખ્યામાં હાજર રહેલા આગેવાનો ગ્રામજનો શાળા પરિવાર થી જોવા મળી રહ્યું છે જીગરભાઈ સુથાર એ જણાવ્યું કે શિક્ષક થી સી આર સી અને આજે બી આર સી ની નિમણૂક થવા શાળા પરિવાર અને વાલીઓ નું પણ યોગદાન છે પ્રથમ મુડીયા ગામે હાજર થયા ત્યારે ગ્રામજનો દ્વારા ખુબ સહયોગ મળ્યો ત્યારે લખપત તાલુકાના લોકો હરહંમેશ દરેક શિક્ષક ને પોતાના પરિવારની જેમ રાખતા હોય છે ત્યારે દરેક શિક્ષક ને પોતાની ફરજ ઈમાનદારી થી નિભાવી જોઈએ કાર્યકમ ને સફળ બનાવવા શાળા પરિવાર સમિતિ એ જહેમત ઉઠાવી હતી સંચાલન શાળાના શિક્ષકો એ કરી હતું