વડોદરાના નેશનલ હાઈવે 48 પર ફરી એક વખત હિટ એન્ડ રન નો બનાવ
copy image

વડોદરાના નેશનલ હાઈવે 48 પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, દરજીપુરા નજીક એક પૂરપાટ ઝડપે આવતા ભારે વાહન ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હડફેટે લેતા અકસ્માતમાં પરિણીતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. કસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.