DPA કંડલા દ્વારા વાડીનાર ખાતે ગેસ ટ્રાન્સફરનું મેગા ઓપરેશન શરૂ

દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) સંચાલિત જામનગરના વાડીનાર ટર્મિનલ ખાતે ઉર્જા ક્ષેત્રે મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. 47,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) નો જથ્થો લઈને ‘MT જગ વસંત’ નામનું જહાજ વાડીનાર પહોંચ્યું છે. દેશની ઉર્જા સુરક્ષા અને સપ્લાય ચેઇનને અવિરત રાખવાના ભાગરૂપે, આ જહાજમાંથી મધદરિયે એન્કરેજ પોઈન્ટ પર જ ‘શિપ-ટુ-શિપ’ (STS) ટ્રાન્સફર પદ્ધતિ દ્વારા ગેસનો જથ્થો અન્ય જહાજોમાં સ્થળાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયાથી સમય અને ખર્ચની બચત સાથે ગેસનો પુરવઠો ઝડપથી પહોંચાડી શકાશે. કંડલા પોર્ટની આ કામગીરી તેની વિશ્વસનીયતા અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રમાણ આપે છે, જે ઉર્જા ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને વેગ આપશે.