મુંદરાના રાશાપીર સર્કલ પાસે ટ્રેઈલરે બાઈકને ટક્કર મારતાં 18 વર્ષીય યુવકનું મોત

image-314

copy image

copy image
copy image

મુંદરાના રાશાપીર સર્કલ પાસે ટ્રેઈલરે બાઈકને ટક્કર મારતાં 18 વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓનાં પગલે મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર મુંદરાનું રાશાપીર સર્કલ જાણે  અકસ્માત ઝોન તરીકે પંકાયેલું છે. આ માર્ગ પર અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, ત્યારે ગત તા 28ના સવારના અરસામાં આ રાશાપીર સર્કલથી ટી-પોઇન્ટ બાજુ જતાં થોડે દૂર સોની મોટરની સામે ટ્રેઈલર ચાલકે પૂરપાટ બેદરકારીથી ગાડી ચલાવીને બાઈકને ટક્કર મારતાં મૂળ બિહાર હાલે નાના કપાયા રહેતા 18 વર્ષીય યુવક મોહમદ દાઉદને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર અર્થે મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ બાદ વધુ સારવાર અર્થે અદાણી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું કરુંણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે મુંદરા પોલીસ મથકે ટ્રેઇલરચાલક વિરુદ્ધ ગુનો નોંધવાયો હતો.