વરસામેડી અને અંજારના યુવાનના મોબાઈલ હેક કરી ઓનલાઈન ઠગાઇ
copy image

અંજાર તાલુકાના વરસામેડીના યુવાનનો મોબાઈલ ફોન હેક કરી ઠગબજોએ રૂા. 2.28 લાખ ની ઉઠાંતરી કરી હોવાના વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. મળતી માહિતી મુજબ વરસામેડી સીમમાં અંબાજી-ચાર માં રહેતા અને વેલસ્પન કંપનીમાં ટેકનીશિયન તરીકે કામ કરતા ફરીયાદી સાથે સાયબર ક્રાઈમનો બનાવ બન્યો હતો. પોલીસ સુત્રોએ વિગતો આપતા કહ્યું હતુ કે ફરીયાદી પોતાના સ્થળે કેન્ટીંગમાં જમ્યા બાદ પ્લાન્ટ ઉપર હતા તે સમયે અચાનક તેમને પોતાના મોબાઈલ નંબર ઉપર ઘણા બધા ઓટીપી આવ્યા હતા. અને થોડી વારમાં ખાતામાંથી જુદા-જુદા ત્રણ વ્યવહાર સાથે કુલ રૂા.2,28,606 કપાયા હતા. આ બનાવ ગત તા.28/8 ના બપોરે 3.30 થી 4 વાગ્યા સુધીના અરસામાં બન્યો હતો. અજાણ્યા આરોપી ફરીયાદીનો મોબાઈલ ફોન હેક કરીને ગુન્હો આચરર્યો હોવાનુ ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલેખનીય છે કે, સાયબર પોલીસ ધ્વારા વારંવાર અજાણ્યા નંબર ઉપર થી આવતી લીન્ક ન ખોલવા તેમજ કોઈ પણ પ્રકારની લોભામણી પ્રલોભનમાં ન આવવા સહિતના મુદે લોકોને જાગૃત કર્યા છે.લોકોની જાગૃતતાના અભાવે સાયબર ગઠીયા પોતાના ઈરાદા પાર પાડવામાં સફળ બનતા હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે.