મધ્ય પૂર્વના ચાલી રહેલ યુદ્ધે નવો વળાંક લીધો : રશિયાના તેલ સામ્રાજ્ય પર યુક્રેનનો ‘ડ્રોન’ પ્રહાર

copy image

copy image

મધ્ય પૂર્વના ચાલી રહેલ યુદ્ધે હવે નવો વળાંક લીધો છે. ત્યારે યુક્રેનએ રશિયાની સૌથી મોટી તાકાત તેની ઊર્જા ઇન્ડસ્ટ્રીઝને સીધા નિશાન પર લીધું છે. કેટલા દિવસથી યુક્રેને રશિયાની ઘણી ઓઇલ રિફાઇનરી અને એક્સપોર્ટ ટર્મિનલ્સ પર બેધડક હુમલા કરી દીધા છે. જેના પરીણામ સ્વરૂપ મોસ્કોની આર્થિક સ્થિતિ પર દબાણ વધવું એ નિશ્ચિત છે. છેલ્લા સપ્તાહમાં જ ઘણા મોટા હુમલા કરી દેવામાં આવેલ છે. આ રણનીતિનો મુખ્ય હેતુ રશિયાની આવકને કમજોર બનાવવાનો છે. જેનાથી રશિયાની યુદ્ધની ક્ષમતા પર અસર પડી શકે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો, માત્ર એક માસમાં રશિયાના ઊર્જા માળખા પર ઓછામાં ઓછા 10 મોટા હુમલા કરાયા છે. નવો હુમલો રશિયાના યારોસ્લાવ ક્ષેત્રની મોટી તેલ રિફાઈનરી પર કરવામાં આવેલ હતો. જ્યાં ડ્રોન પ્રહાર બાદ આગ ભભૂકી ઉઠી હતી.સ્થાનિક ગવર્નરનું કહેવું છે, 30 થી વધારે ડ્રોન અધવચ્ચે જ તોડી પાડવામાં આવેલ હતા. ઉપરાંત બાલ્ટિક સાગરના કિનારે સ્થિત ઉસ્ત લુગા ઓઇલ ટર્મિનલ ઉપર પણ બે વખત હુમલા કરાયા હતા. જેમાં તેલ લોડિંગ સ્ટેશન અને સ્ટોરેજ ટેન્કને નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે.