વરસામેડીમાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.80 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર

chor

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં બંધ ઘરમાંથી 1.80 લાખની તફડંચી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામેલ વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, વરસામેડીની નીલકંઠ સોસાયટી પાછળ અંબિકા નગરમાં આવેલ એક બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ગત તા.26/3ના રોજ વરસામેડી અંબિકા નગર મકાનમાં રહેનાર આ બનાવના ફરિયાદી એવા પ્રિયાબેન વિજય યાદવ પોતાના દીકરી, દીકરાને ઘરે મૂકી ભજનમાં ગયા હતા. જ્યાથી પરત આવીને જોતાં ઘરમાં તમામ સરસામાન વેર વિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો. અજાણ્યા ચોર ઈશમોએ અહીથી સોના ચાંદીના દાગીના સહિત કુલ 1.80 ની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.