સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જીલ્લા ભાજપ દ્વારા પ્રવાસ વ્યાયામ શરૂ

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની હાજરીમાં અબડાસા અને લખપત તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ગમે ત્યારે વાગી શકે છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ જીલ્લાના હોદ્દેદારો દ્વારા જીલ્લા પંચાયત બેઠકો પર પ્રવાસ શરૂ કરી દેવાયા છે.
જિલ્લા પંચાયત બેઠકોના પ્રવાસની શરૂઆત અબડાસા અને લખપત તાલુકાની કુલ પાંચ જિલ્લા પંચાયત બેઠકોથી કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ હિતેષભાઇ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ ધારાસભ્ય તેમજ અબડાસા તાલુકાના સહ પ્રભારી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ સંગઠન મંત્રી રાજુભાઈ પલણ, પરેશભાઇ ભાનુશાલી, નયનાબેન પટેલ સહિત જીલ્લા પંચાયત બેઠકોના ઇન્ચાર્જશ્રીઓ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અબડાસા અને લખપત તાલુકા મંડળના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અબડાસા તાલુકા કોંગ્રેસના આગેવાનો પૈકી અબડાસા કોંગ્રેસ ઉપપ્રમુખ મામદ જુમા સંગાર, અબડાસા કોંગ્રેસ મંત્રી હાજીઅબ્દુલ હાજીહુસૈન સંગાર, રાપર ગઢવાળીના સરપંચ કાદર ઉમર દરાદ સહિત જખૌના કોંગ્રેસી આગેવાન હાજી જુમા વાઘેર, બેરાના સરપંચ અલાના સંગાર અને ઉપ સરપંચ જાફરભાઈ સુમરા સહિતના ત્રણસો જેટલા કાર્યકર્તાઓ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આ ઉપરાંત લખપત તાલુકામાં બેખડા, ચામરા, ચકરાઈ, સનધ્રોવાંઢ, રાવરેશ્વર, સામજીયારો, જુલરાઈ, ફુલરા વગેરે જેટલાં 16 ગામોમાંથી કોંગ્રેસના 200 જેટલા આગેવાનો સાથે અંદાજીત 500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા આગેવાનોને આવકારતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જયારે અઢળક વિકાસકામો કરવામાં આવ્યા છે તેમજ અનેકવિધ લોકલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે આગામી ચૂંટણીમાં આ કામોનું ભાથું લઇને લોકો સમક્ષ જવા જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી એ સતત લોકો વચ્ચે રહીને વિકાસકાર્યો કરતી પાર્ટી છે જ્યારે કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ માત્ર ચૂંટણી વખતે લોકો સમક્ષ આવતી હોઈ તેઓને લોકો તરફથી કારમો જાકારો મળવો સ્વાભાવિક છે.
અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સૌ આગેવાનો, કાર્યકરોને આવકારી દૂધમાં સાકરની જેમ ભળી જવા અને ભાજપની વિકાસ યાત્રામાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમણે અબડાસા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલા કામોની વિગતો આપીને સરકાર દ્વારા વિકાસકાર્યો બાબતે જે માંગીએ તે તમામ મળતું હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
અબડાસા તાલુકાની નલિયા, મોથાળા અને વાયોર જિલ્લા પંચાયત સીટના પ્રવાસમાં અબડાસા તાલુકા ભાજપના અધ્યક્ષ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ તેમજ લખપત તાલુકાની દયાપર અને પાનધ્રો સીટના પ્રવાસમાં તાલુકા પ્રમુખ ગણપતભાઈ રાજગોર, મહામંત્રી નીતિનભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ અને વિવિધ મોરચાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.