બાગાયત ખાતા ની સહાય યોજનાઓ નો લાભ લેવા I-khedut Portal અરજીઓ કરવા માટે ખૂલ્લુ મુકવા બાબત

આથી કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવાનું કે, આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતા દ્વારા ચાવતી યોજનાઓ માટે ૧). આંબા, જામફળ, કેળ, પપૈયા, નારીયેળી, ટીસ્યુ ખારેક, દાડમ, કમલમ વિગેરે જેવા ફળ પાક વાવેતર માટે અને ફળપાક પ્લોટીંગ મટેરીયલ માટે સહાય ૨). હાઇબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર/શાકભાજી પાકો માટે ટ્રેલીઝ મંડપ સહાય ૩). આંબા તથા લીંબુ પાક માટે જુના બગીચાઓના નવીનીકરણ ૪).ઔષધીય અને સુગંધીત પાકો માટે સહાય ૫). શાકભાજી અને વિવિધ ફળ પાકો માટે ક્રોપ કવર અંતર્ગત સહાય ૬), ખેતર પરના શોર્ટીંગ ગ્રેડીંગ યુનિટ (પેક હાઉસ) ઉભા કરવા સહાય ૭). ટુલ્સ ઇક્વીપમેંટ શોર્ટીગ ગ્રેડીંગના સાધનો માટે સહાય ૮). ડ્રીપ ઇરીગેશન પાણીના ટાંકા બનાવવા ૯), નેટ હાઉસ/એગ્રો ટેક્સટાઇલ નેટઉસ માટે સહાય ૧૦). ફળપાકોમાં પેકીંગ મટેરીયલ સહાય ૧૧). બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર ૧૨). શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સહાય ૧૩). સરગવાની ખેતીમાં સહાય ૧૪). સ્વરોજગાર લક્ષી નર્સરી તથા મહિલા વૃતિકા સહાય ૧૫), હવાઇ તથા દરીયાદ દરીયાઇ માર્ગે નિકાસ માટે ૧૬). કોલ્ડ ચેઇન મેનેજમેંટ ૧૭). કાપણી તથા પ્રોસેસીંગ માટે સાધન સહાય ૧૮). કૃષિ યાંત્રીકીકરણ ઘટકમાં સહાય અને ૧૯). બાગાયતી પાકના કક્લસ્ટરો માટે કાપણી પછી વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તીગત/ખાનગી સંસ્થાઇફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/ સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા માટે સહાય વિગેરે જેવા કુલ ૯૫ ઘટક માટે સહાય મેળવવા તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી દિન-૩૦ માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ (૨.૦) ઓનવાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ નવીન આઇ. ખેડૂત પોર્ટલ (૨૦) માં આપેલ યુઝર મેન્યુઅવ મુજબ ઓનવાઇન અરજી કરવા આથી જાહેર હિતમાં સુચીત કરવામાં આવે છે. જેની સર્વે ખેડુતોએ નોંધ લેવી. યોજનાની ટૂંકી વિગતો આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. તેમજ વધુ માહીતી માટે નીચેના સરનામે સંપર્ક કરવો.

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં: ૩૨૦ બીજો માળ, બહુમાળી ભવન, ભુજ, જિ કચ્છ.