પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર અને નગર દ્વારા રાણી અબક્કાની 500મી જન્મજયંતિ નિમિત્તે માતૃશક્તિ વંદના અને કુંવારિકા પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અંજાર તાલુકા અને નગર દ્વારા રાણી અબક્કા ની 500મી જન્મજયંતિ નિમિત્તે
“માતૃશક્તિ વંદના કાર્યક્રમ” તથા “કુંવારિકા પૂજન કાર્યક્રમ”નું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ રાણી અબક્કાના શૌર્ય, નેતૃત્વ અને અદમ્ય સંકલ્પને આધારે થીમ આધારિત રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કુશળ વહીવટકર્તા તરીકે ઈતિહાસમાં અમર બની ગયેલ વિરાંગના રાણી અબક્કાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમના પ્રેરણાદાયી જીવનચરિત્રને યાદ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ રાણી અબક્કાના અદ્વિતીય શૌર્ય અને સ્ત્રી શક્તિના પ્રતિકરૂપ તરીકે તેમની ભૂમિકાને ઉજાગર કરી હતી. તાલુકામાંથી પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રીમતી
કંચનબેન કુક્શાલ, ડૉ કિન્નરી ચંદે, શ્રીમતી રેખાબેન નોઘાભાઈ સોલંકી તેમજ કોલી ભૂમિકા ભરત ભાઈ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. 4 જેટલી મહિલાઓનું પુસ્તક સાલ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી કંચનબેન કુક્શાલ વિશિષ્ટ ઉપસ્થિતિમાં રહ્યા હતા. તેમજ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી ડૉ. પૂજા બેન જોષી એ પોતાના ઉદ્દીપક વિચારો દ્વારા માતૃશક્તિને પ્રેરણા આપી હતી.
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીય સંસ્કૃતિ મુજબ મહેમાનો નો શાબ્દિક સ્વાગત શિલ્પાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ કુંવારિકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના સન્માનનું પ્રતિકરૂપ બની રહ્યો હતો. મુખ્ય મહેમાન શ્રીમતી કંચનબેન કુક્શાલ મુખ્ય વક્તા ડૉ પૂજાબેન જોશી રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ડૉ કૈલાસ બેન કાંઠેચા અધ્યક્ષ અંજાર નગર, શ્રીમતી શ્રદ્ધાબેન ઠાકર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય, જિલ્લાના તેમજ તાલુકામાંથી અધ્યક્ષશ્રીઓ, મહામંત્રીઓ તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારશ્રીઓ શ્રી અમરાભાઈ રબારી, શ્રી કાંતિભાઈ રોઝ, શ્રી જખરાભાઈ, શ્રી પિયુષભાઈ ડાંગર, શ્રી તરુણકુમાર શાહ, શ્રી હસુભાઈ પરમાર, શ્રીમતી કાંતાબેન નાથાણી, શ્રીમતિ તેજલ સોરઠિયા, શ્રીમતી વૈશાલી વાઘમશી, શ્રીમતી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં શ્રીમતી તરુણાબેન, શ્રીમતી હંસાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રીમતી ઉમાબેન પટેલ વગેરે માતૃશક્તિની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ વૈશાલીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અત્યંત સુચારૂ રીતે પૂર્ણ થતા ઉપસ્થિત મહાનુભાવોએ આયોજકોના પ્રયત્નોની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે એક સરસ મજાના ગીત શ્રીમતી ઉમાબેન પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પ્રાથમિક સંવર્ગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અંજાર નગર તેમજ અંજાર તાલુકા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો તેમજ માતૃ શક્તિનો શ્રીમતી કુસુમબેન હડિયા એ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેવું જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી તરુણકુમાર શાહની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.