સરહદ પર આવેલા વેડહાર મોટી મધ્યે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાયો

નખત્રાણા તાલુકાના સરહદ પર હિન્દુ વસ્તી ધરાવતા એક માત્ર વેડહાર મોટી ગામે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાઈ ગયો.
૧૯૭૧ની ભારત પાકિસ્તાન લડાઈ બાદ પાકિસ્તાનથી મોટી સંખ્યામાં માલદે સોઢા પરિવારના શરણાર્થીઓ ભારત આવી ભારત પાકિસ્તાન બોર્ડર પર વસવાટ કરી વેડહાર મોટી નામનું નવું ગામ વસાવ્યું.
ગત વર્ષે કોઈ પણ લોકફાળા વગર માત્ર ગામના દાતાઓ દ્વારા રૂપિયા ત્રીસ લાખ ના ખર્ચે ભવ્ય શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું. જેનો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૩/૩/૨૦૨૬ થી તા.૨૫ /૩/૨૦૨૬ ના રોજ કચ્છભરના સંતો મહંતોની ઉપસ્થિતિથી યોજાઈ ગયો.
આ પ્રસંગે ખાસ પધારેલા સંતો મહંતો મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજ્ય શ્રી શાન્તિદાસજી મહારાજ (વિરાણી મોટી)
શ્રી કલ્યાણસિંહ બાપુ,
શ્રી દિલીપદાદા કાપડી (મોરઝર)
શ્રી જગજીવનદાસજી બાપુ,
શ્રી હરિસંગ દાદા (ગુનેરી)
શ્રી મહેશનાથજી બાપુ,
શ્રી પરસોતમ બાપુ,
પીર શ્રી દિલીપ સિંહ દાદા,
પીર શ્રી ભેરજી દાદા
શ્રી બાલકનાથજી બાપુ કોટડા (જ). દેવીશ્રી અંતરબા , દેવીશ્રી ઈશ્વરપુરી માતાજી, કાનજીદાદા કાપડી સહિત કચ્છભરના મોટી સંખ્યામાં સંતોએ પધરામણી કરતા નાનકડા ગામમાં મીની કુંભ જેવો માહોલ સર્જાયો હતો.
ચાર કલાક સુધી ચાલેલી ભવ્ય શોભાયાત્રામાં વેડહાર ગામના યુવાનોના તલવાર રાસ અને વાવલ રાસે લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે વડીલોના ઢોલના તાલે વેડહારના યુવાનો તલવાર રાસ અને વાવલ રાસ રમે છે ત્યારે સૌ કોઈ મંત્ર મુગ્ધ થઈ જાય છે. આ રાસ કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં અતિ લોકપ્રિય છે. આ રાસ ની ખાસિયત એ છે કે આ રાસ અન્ય ક્યાંય પણ જોવા મળતો નથી. શોભા યાત્રા દરમ્યાન
હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી નાનકડા વેડહાર ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી.
ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચારો દ્વારા દેવ દેવીઓની મૂર્તિઓ સ્થાપિત કરાઈ ત્યારે ગામનું વાતાવરણ વેદ મંત્રોચ્ચારથી પવિત્ર બન્યું હતું. હોમ હવનમાં ૧૩ જેટલા જોડલાઓ જોડાયા હતા. જ્ઞયના આચાર્ય પદે શાસ્ત્રી યોગેશભાઈ તેમજ ભગવદ્ કથાકાર શ્યામસુંદર તેમજ ભૂદેવો રહ્યા હતા.
ત્રી દિવસીય કાર્યક્રમ દરમિયાન હોમ હવન, ધર્મસભા મહાઆરતી, રાસ ગરબા સહિત આયોજનો કરાયા હતા.
પધારેલા સંતો,મહંતો મહેમાન શ્રીઓને શાલ, મોમેન્ટો તેમજ ફુલમાળા પહેરાવી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ગામની નિયાણીઓ તેમજ ફઈબાઓને ભેટ સોદાગો આપવામાં આવી હતી.
અત્રે જણાવી દઈએ કે આ ખોબા જેટલા નાનકડા ગામમાં આઝાદી બાદ શિવાલયનું નિર્માણ થતા સરહદી વિસ્તારમાં હવે દરરોજ શિવનાદ ગુંજશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગામ યુવાનો દિલીપસિંહ શંકરસિંહ બળવંતસિંહ લક્ષ્મણસિંહ ચતુરસિંહ માહદાનસિંહ સુરૂભા વિક્રમસિંહ દશરથસિંહ બહાદુરસિંહ ખેતસિંહ પ્રવિણસિંહ કરશનજી સોનસિંહ ભુરજી સવાઈસિંહ જોધાજી મગનસિંહ મહાસિંહ પ્રતાપસિંહ નવુભા સહિત સર્વે ગ્રામજનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો .
કાર્યક્રમમાં કચ્છ તેમજ ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાયાતો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મણસિંહ સોઢાએ સાંભળી હતી જ્યારે આભારવિધિ નવુભા સોઢા કરી હતી.