દહીંસરામાં ગૌ હત્યા કેસને લઈને તણાવજનક પરિસ્થિતિ : હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

ભુજ તાલુકાના દહીંસરા ગામમાં ગૌ હત્યા કેસને લઈને તણાવજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. આ મુદ્દે હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવાયું છે કે ગૌ હત્યા મામલે કોળી સમાજના કેટલાક યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે, છતાં મુસ્લિમ સમાજના યુવાનોને પણ નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ વિવિધ પુરાવા, કોલ ડિટેલ સહિતની વિગતો રજૂ કરી હતી. અને 4 વિવિધ માંગો એ.એસપી સમક્ષ મૂકી હતી. જે માંગણીઓ સંદર્ભે પોલીસનો પોઝીટીવ વલણ હોવાનું આગેવાનોએ જણાવીને આ ઘટનામાં તેમની જીત થઈ હોવાનો દાવો કર્યો હતો.
બંને સમાજના પ્રતિનિધિઓએ ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય.
સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય અને ન્યાયપૂર્ણ કાર્યવાહી નહીં થાય, તો આવનારા સમયમાં રસ્તા ચક્કાજામ જેવા આંદોલનાત્મક પગલાં લેવામાં આવી શકે છે.