વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે : વાવ-થરાદ ખાતેથી રાજ્યને રૂા.19,806.9 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

image-324

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ વાવ-થરાદ ખાતેથી રાજ્યને રૂા.19,806.9 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. વધુમાં જાણકારી મળી રહી છે, આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને રેલવે મંત્રાલય હેઠળ કુલ રૂા.10,921 કરોડના કામોનું આયોજન કરાયું છે. જેમાં ખાસ કરીને કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક માટે રૂા.3,645 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ આજે કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.