ભુજમાં ટુ વ્હીલરમાં શરાબની 90 બોટલ લઈ જનાર ઈશમને પોલીસે રંગે હાથ ઝડપ્યો

police

copy image

copy image

ભુજના આરટીઓ રિલેકેશન નજીક ટુ વ્હીલરમાં દારૂ લઈ ઈશમને પોલીસે શરાબની 90 બોટલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત રાત્રીના સમયે માધાપર પોલીસે પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નળવાળા સર્કલ પાસેથી ટુ વ્હીલરમાં કોઈ શખ્સ દારૂ લઈને જઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બે સૂટકેસ સાથે નીકળેલા ટુ વ્હીલરને રોકવા ઈશારો કરતાં તે ભુજ બાજુ નાસ્યો હતો. પોલીસે તેનો પીછો કરી આરટીઓ રિલોકેશન સાઈટમાં રાજગોર સમાજવાડી તળાવ પાસે એક્સેસમાં શરાબની 90 બોટલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.