ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઇઝરાયલની સેના ઇરાન નહીં જાય : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી ઘોષણા

image-327

copy image

copy image

મધ્ય પૂર્વમાં ચાલી રહેલ ઇરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો આંચકો આપતાં ઇઝરાયલે સ્પષ્ટ જણાવ્યુ કે, ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઇઝરાયલની સેના ઇરાન નહીં જાય. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, દેશની પોતાની સીમાઓ પર સુરક્ષા જાળવવા તેમજ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરોધી અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આવી ઘોષણા કરી છે. વધુમાં ઇઝરાયલે જણાવેલ હતું કે, અમે સમુદ્રી અને હવાઇ અભિયાન જારી રાખશું, પરંતુ ઇરાનમાં જમીન પરથી કોઇ કાર્યવાહી નહીં કરીએ. ઇઝરાયલના આ એલાનથી હવે અમેરિકા પર ઇરાન સામે જમીન માર્ગેથી અભિયાનનો પૂરો બોજ પડી શકે છે. વધુમાં જાણવા મળી રહ્યું છે, અમેરિકા ઇરાન સામે જમીનથી હુમલા શરૂ કરશે તો એ મિશન તેણે એકલા હાથે જ પૂરું કરવું પડશે.