નખત્રાણામાં જાહેરમાં માંસ ભરેલા ત્રણ બાચકા મળી આવતા પશુ પ્રેમીઓમાં રોષ
નખત્રાણામાં જાહેરમાં માંસ ભરેલા ત્રણ બાચકા મળી આવેલ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અહીં ગઈકાલે ઘેટાં-બકરા ફાર્મની બાજુમાં કોઈકે માંસના ભરેલા ત્રણ બાચકા અને પાડા કે ભેંસનું કપાયેલું માથું ફેંકી જતા સ્થાનિકોએ હિન્દુ યુવા સંગઠનમાં કરવામાં આવેલ હતી. સંગઠનના કાર્યકર્તાઓ જગ્યા પર પહોંચ્યા હતા અને તપાસ અર્થે પોલીસની ટીમને બોલાવવામાં આવેલ હતી. ત્યારે વધુમાં જણાઈ રહ્યું કે, અહી ચિકિત્સકે જણાવ્યું કે, આ ત્રણેક જેટલા પશુનું કતલ કરેલું માંસ છે. આ અંગે જાહેર જગ્યા પર પશુ માંસ ફેંકી દેવા બદલ ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.