મુંદરા તાલુકાના ડેપાની સીમમાંથી રૂા. 2.40 લાખના વાયરની ચોરી

copy image

copy image

મુંદરા તાલુકાના ડેપાની સીમમાંથી રૂા. 2.40 લાખના વાયરની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત લખપત તાલુકાના માતાના મઢના વાડી વિસ્તારમાં ત્રણ વાડીના બોરવેલના વાયરોની તસ્કરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પ્રાગપર પોલીસ મથકે મૂળ બનાસકાંઠાના હાલે ડેપા ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 29/6થી 30/6 દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ ડેપાની સીમમાંથી આશરે 24000 મીટર કેબલ જેની કિં. રૂા. 2.40 લાખની ચોરી કરી ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.  બીજી તરફ દયાપર પોલીસ મથકે માતાના મઢ રહેતા ખેડૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ સાંજે તેમની વાડીથી પરત ફર્યા બાદ સવારે જઇ મોટર ચાલુ કરવા જતાં ચાલુ ન થતાં બોર પાસે જતાં કેબલ કપાયેલો હતો અને ચોરી થયેલો હતો. આસપાસ તપાસ કરતાં તેઓની વાડીના પણ આ જ રીતે બોરવેલના કેબલની ચોરી થયાનું કહ્યું હતું. આમ, ગત તા. 14/7થી 22/7 દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ ફરિયાદી રામજીભાઇની વાડીમાંથી રૂા. 7200 અને મહેશભાઇની વાડીમાંથી રૂા. 3240 અને કરશનભાઇની વાડીમાંથી રૂા. 3600 એમ કુલે રૂા. 14,040ના વાયરની ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.