ચીટીંગના ગુનામાં નાસતા- ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદે વસિંહ જાડેજા તથા સુનીલભાઇ પરમારનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન મોટાપીર ચોકડી ચાર રસ્તા પાસે પહોંચતા રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે, “ગાંધીધામ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૧૩૮/૨૦૨૬ બી.એન.એસ એકટ કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૬૧,૬૨,૫૪ મુજબનો ગુન્સે તા.૧૨/૦૨/૨૬ ના ૪.૧૬/૦૦ વાગ્યે જાહેર થયેલ હોય જે ગુન્હા કામેના નાસતો-ફરતો આરોપી રમજુ ઉર્ફે રમજાનશા કાસમશા શેખ રહે.ભુજ વાળો હાલે મોટાપીર દરગાહ પાસે આવેલ ગ્રાઉન્ડમાં હાજર છે અને તેને શરીરે ચેક્સ વાળો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે.” જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. એક્ટ કલમ ૩૫(૧)જે મુજબ ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

  • રમજુશા ઉર્ફે રમજાનશા કાસમશા શેખ ઉ.વ.૨૮ રહે.શેખ ફળીયુ સરપટનાકા બહાર ભુજ-કચ્છ

આરોપી રમજ ઉર્ફે રમજાનશા કાશમશા શેખનો ગુનાહિત ઇતિહાસ

  • ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૮૧/૨૦૨૦ આઇ.પી.સી. ક. ૧૮૬,૩૩૨,૩૪,૪૦૬, ૪૨૦,૪૮૯(એ),૪૮૯(સી).૫૧૧ વિગેરે મુજબ
  • માધાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૦૩/૨૦૨૧ આઇ.પી.સી. ક.૪૨૦ વિગેરે મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૨/૨૦૨૨ આઇ.પી.સી. ૭. ૧૧૪,૨૯૪(બી), ૫૦૬(૨) વિગેરે મુજબ
  • મુંદરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪૦૫/૨૦૨૩ જી.પી.એક્ટ. ૧૩૫ વિગેરે મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની ક.૩૧૮(૪),૩૧૯ (૨), ૧૧૫(૨),૩૫૧(૩), ૬૧,૫૪ મુજબ