ઈરાનની ચેતવણી : અમેરિકી સેના જમીન પર પગ રાખશે, તો શાર્કનું ભોજન બની જશે

copy image

copy image

લોહિયાળ યુદ્ધને એક માસ બાદ દુનિયાભરને દઝાડતી આગ ઠરી નથી. આક્રમક ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ નકારી દીધો હોવાનું જાણવા મળેલ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા ઈરાને ચેતવણી આપતાં જણાવેલ છે, અમેરિકી સેના જમીન પર પગ રાખશે, તો શાર્કનું ભોજન બની જશે. તેમજ ટ્રમ્પે ઈરાનને અંતિમ ચેતવણી આપી હતી કે, અમેરિકા સૈન્ય અભિયાન ખતમ કરવા ગંભીર ચર્ચા કરવા ઈચ્છે છે, પરંતુ જો સમજૂતીમાં ઈરાન નહીં સમજે તો તેનું અસ્તિત્વ ખતમ કરી નાખશું. હોર્મુઝ ખાડી વેપાર માટે તરત ખોલવામાં નહીં આવે. ઈરાને વાતચીતની ઓફર નકારી અને જણાવેલ વાતચીતનો દેખાડો કરીને અમેરિકા વાસ્તવમાં સૈન્ય કાર્યવાહીની જમીન તૈયાર કરી રહ્યું છે. અંતિમ ચેતવણી આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ઈરાન પર તેની કાર્યવાહીને ભયાનક અંજામ સુધી લઈ જશે.