ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત સરકાર ના રોડ ટ્રાન્સપોર્ટ & હાઇવે વિભાગ દ્વારા 1207 કરોડ 45 લાખ રૂપિયાના ખર્ચે

copy image

યસસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી નિતીનભાઈ ગડકરીજી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય માં NH – 41 ૨૨૦ કિમી થી વધુ નલીયા – નારાયણ સરોવર પેવ્ડ
શોલ્ડર સાથે ૨ લેન નું અપગ્રેડેશન રૂ. ૫૦૮ કરોડ ૬૭ લાખ અને નેશનલ હાઇવે નંબર ૯૨૭ સી ચિત્રોડ – રાપર બાલાસર રૂ. ૬૯૮ કરોડ ૭૮ લાખ થી ૫૭ કિમી થી વધુ પેવ્ડ શોલ્ડર સાથે ૨ લેન બનાવવાને મંજૂરી આપવામાં આવેલ છે. કૂલ રૂ.
૧૨૦૭ કરોડ ૪૫ લાખ ના ઉપરોક્ત બંને કામોને મંજૂરી મળતા સાંસદ શ્રી આભાર દર્શાવી આનંદ વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી નિતીનભાઈ ગડકરીજી નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું કચ્છ ના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશેઆ હાઇવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાન ની અવર જવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. હાલમાં, હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડ – ભાડ વાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે 2 – લેન વાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસ ને ખુબ વેગ આપશે. કચ્છ – મોરબી નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જાહેરાત ને આવકરતા જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના વિકાસકામો ને અગ્રતા આપવા બદલ તેમને હૃદય પૂર્વક બિરદાવ્યૂ હતું. રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, માંડવી ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઈ દવે, ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપર ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી ગુજરાત સરકારમાં રજુઆત અને લોક માંગણી ને ધ્યાને રાખી ભારત સરકાર ના નિર્ણય ને વાચા મળેલ છે.