આદિપુર ની જેમિની ગેસ એજન્સી ના કર્મચારીઓ ના ઉદ્ધત વર્તન થી ગ્રાહકો માં ભારે રોષ
ગેસ સિલિન્ડર માટે ધક્કા ખાતા સામાન્ય નાગરિકો ને હવે કર્મચારીઓ ના ખરાબ વર્તન નો પણ સામનો કરવો પડી રહ્યો છે. આદિપુર ખાતે આવેલી એમ/એસ જેમિની ઇન્ડેન ગેસ એજન્સી સામે ગ્રાહકો માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકો ના આક્ષેપ મુજબ એજન્સી ના કર્મચારીઓ ગ્રાહકો સાથે અભદ્ર ભાષા માં વાત કરે છે. જરૂરી માહિતી આપવાને બદલે ટૂંકા અને રુક્ષ જવાબ આપી દે છે. ખાસ કરીને ગરીબ અને અભણ લોકો ને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે ઓફિસ માંથી બહાર કાઢી મૂકવામાં આવે છે.
એક કર્મચારી નો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહેતો સંભળાય છે કે “જેને પણ કહેવું હોય કહી દો, કોઈ ફરક નહીં પડે”.
આવા વર્તન ના કારણે સામાન્ય લોકો માં ભારે રોષ ની લાગણી ફેલાઈ છે. નાગરિકો એ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરી ને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ગરીબ અને સામાન્ય લોકો સાથે સંવેદનશીલતા થી વર્તન કરી શકે એવા લોકો દ્વારા એજન્સી નું સંચાલન થવું જોઈએ.
આ મુદ્દે રજૂઆત કરવા ગયેલા નાગરિકો ને મામલતદાર એ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સમગ્ર મામલા ની યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.