“પાંચ પવનચક્કીઓના કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી કોઠારા પોલીસ”

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાના નાઓએ ઘરફોડ ચોરી/લુટના તથા મિલ્કત સબધી ગુનાઓ અટકાવવા તથા અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવા સુચન આપેલ જે અનુસંધાને પો.ઈન્સ. શ્રી પી.કે.રાડા સાહેબના માર્ગ દર્શન હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કોમ્બિંગ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બેરા-હાદાપર ફાટક પાસે શંકાસ્પદ ઇસમો (૧) આદિલ ઇસ્માઇલ તુર્ક અને (૨) આરીફ અસલમ સુમરા બન્ને રહે-સુથરી તા.અબડાસા કચ્છ વાળાઓ પાસેથી પવન ચક્કીઓના કોપર કેબલ વાયરના ટુકળાઓ ૩૩૫ કિ.ગ્રા. જેની કિ.રૂ.૩,૩૫,૦૦૦/- તથા પવન ચક્કીમા ચોરી કરવા ઉપયોગ મા લીધેલ લોખંડની પારાઈ-૧ તથા લોખંડનો ગણ -૧ તથા લોખંડના પાના નંગ-૩ તથા કેબલ કાપવાની કટર નંગ-૧ તથા કટર નંગ ૦૩ બીલ આધાર વગરના મળી આવેલ જે મુદામાલ ચોરી છડકપટથી મેળવેલ હોવાનુ જણાવતા તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ અને સદર મુદામાલ બાબતે સુઝલોન પવન ચક્કીના અધિકારીઓ/સિક્યુરીટી એજન્સી કર્મચારીઓને બોલાવી તપાસ કરાવતા સુથરી અને આરીખાણા સીમ વિસ્તારની પાંચ પવન ચક્કીઓમા ચોરી થયેલ હોવાનુ જણાતા કોઠારા પો.સ્ટે. ગુ.રન.૧૧૨૦૫૦૨૩૨૬૦૦૪૩/૨૦૨૬ બી.એન.એસ.ક.૩૦૫(એ),૩૩૧(૩), ૩૩૧(૪), ૫૪ મુજબનો ગુનો રજી.એ. લઈ પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે તથા અન્ય સંડોવાયેલ ઇસમોને પકડવા તજવીજ ચાલુ માં છે.

પકડાયેલ આરોપીઓ :-

  • આદિલ ઈસ્માઇલ તુર્ક ઉ.વ.૨૨ રહે-સુથરી તા.અબડાસા કચ્છ

આરીફ અસલમ સુમરા ઉ.વ.૧૮ વર્ષ ૦૨ મહિના રહે-સુથરી તા.અબડાસા કચ્છ

કબ્જે કરેલ મુદામાલ

(૧) કોપર કેબલ વાયર કુલ્લ વજન-૩૩૫ કિ.ગ્રા. જેની કિ.રુ.-૩,૩૫,૦૦૦/-

(૨) બે એન્ડોઈડ મોબાઈલ નંગ-૨ કિ.રુ-૮૦૦૦ /-

(૩)લોખંડની પારાય નંગ-૧ કિ.રુ-૧૦૦ /-(૪) લોખંડનો ઘણ નંગ-૧ કિ.રુ-૨૦૦/-

(૫) લોખંડના પાના નંગ-૩ કિ.રુ-૬૦/- (૬) કેબલ કાપવાની કટર નંગ-૧ કિ.રુ-૫૦/-

(૭) કટર નંગ-૩ કિ.રુ-૧૫૦/-

કુલ્લ કબ્જે કરેલ મુદામાલ:- કિ.૩-૩,૪૩,૫૬૦/-

શોધાયેલ ગુનો:- કોઠારા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૨૦૫૦૨૩૨૬૦૦૪૩/૨૦૨૬

બી.એન.એસ.ક.૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪), ૫૪ મુજબ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

પોલીસ ઇન્સ્પેકટર પી.કે.રાડા તથા એ.એસ.આઈ, ભાવનાબેન મંગલભાઈ તથા પોલીસ હેડ કોન્સ દામજીભાઈ મગનલાલ તથા પોલીસ કોન્સ. મહેન્દ્રભાઈ વિહાભાઈ તથા પો.પગી સોમાજી ગજાજી એરીતેના પોલીસ સ્ટાકના જોડાયેલ હતા.