SOG પોલીસે નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે ૨ આરોપીને પકડી પાડ્યા

ભુજ તાલુકાના મિરઝાપર પોલીસ ચોકી નજીક, મિરઝાપર ત્રણ રસ્તા પાસે નખત્રાણા જતાં રોડે જય માતાજી પાન સેન્ટર પાસેથી માદક પદાર્થ ગાંજો ૯૫૫ ગ્રામ નાર્કોટીક્સ મુદ્દામાલ તેમજ કુલ ૫૪.૯૭૦ /-ના મુદામાલ સાથે ૦૨ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્તનાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગ રખીયા નાઓએ અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ગઇકાલ તા.૩૧/૦૩/૨૦૨૬ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ ભુજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. માણેકભાઈ ગઢવી તથા પો.કોન્સ. વનરાજસિંહ જાડેજાનાઓએ સંયુકત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મિરઝાપર પોલીસ ચોકી નજીક, મિરઝાપર ત્રણ રસ્તા પાસે આવતાં નખત્રાણા બાજુ જતાં રોડે જય માતાજી પાન સેન્ટર લખેલ બંધ કેબીનની બાજુમાં આરોપી નં (૧) મહંમદ ઉમર શેખ, ઉવ.૫૫, રહે. મેઇનબજાર, લુહાણા મહાજનવાડી પાછળ, મુસ્લિમ વાસ, નખત્રાણા તથા આરોપી નં. (૨) મીતકુમાર હસમુખગીરી ગુંસાઇ, ઉવ. ૨૫, રહે. મુળ ગામ વિથોણ, તા. નખત્રાણા, હાલ, રહે. મોટા યક્ષ, તા. નખત્રાણા વાળા પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૯૫૫ ગ્રામ, કિ.રૂ. ૪૭,૭૫૦/- ના નાર્કોટિક્સ મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ ભુજ શહેર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) મહંમદ ઉમર શેખ, ઉવ.૫૫, રહે. મેઇનબજાર, લુહાણા મહાજનવાડી પાછળ, મુસ્લિમ વાસ, નખત્રાણા
(૨) મીતકુમાર હસમુખગીરી ગુંસાઇ, ઉવ. ૨૫, રહે. મુળ ગામ. વિથોણ, તા. નખત્રાણા, હાલ. રહે. મોટા યક્ષ, તા. નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) માદક પદાર્થ ગાંજો, ૯૫૫ ગ્રામ કિ.રૂ. ૪૭,૭૫૦/-
: (૨) મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૫૫૦૦/-
→ (3) રોકડા રૂપિયા ૧૭૨૦/-
એમ કુલ્લે કિ.રૂ. ૫૪,૯૭૦/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગરખીયા તથા એસ.ઓ. જી.,ભુજના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઇ. માણેકભાઈ ગઢવી, દિનેશભાઈ ગઢવી રજાકભાઈ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, પો.કોન્સ. વનરાજસિંહ જાડેજા તથા ડ્રા. પો .હેડ કોન્સ. મહિપતસિંહ સોલંકી તથા ડ્રા.એલ.આર મીતેશભાઈ રાજગોરનાઓ જોડાયેલ હતા.