ભુજ જીઆઇડીસી પાસેના હંગામી આવાસ ખાતે બે યુવાઓનાં જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે મારામારી
copy image

ભુજ ગત તા 2/4ના રાત્રિના અરસામાં શહેરના જીઆઇડીસી પાસેના હંગામી આવાસ ખાતે બે યુવાઓનાં જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે મારામારીના કારણે અમુક ઘાયલ થયા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરવી હતી. સબીર હુસેન સમાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપીએ જણાવ્યુ હતું કે, તું અમારા સ્ટંટવાળા વીડિયો શા માટે વાયરલ કરે છે અને ગાળાગાળી કરી આરોપી તેમજ અનવર ઇસ્માઇલ મીઠા, કરીમ મામદ ઢોસાએ મળીને ધકબૂસટનો માર મારતાં ફરિયાદીએ સરફરાજને છરી મારી હતી.ફરિયાદીનો મિત્ર તેને છોડાવા આવતાં આરોપીએ તેને ધોકો માર્યો હતો. વધુમાં આ જ બનાવ અંતર્ગત ફરિયાદિએ નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદીને કહ્યું કે, મારા બાકી રૂપિયા આપી દે અને ગાળો ભણી હતી. તેમજ આરોપીએ અને તેના સાથીએ ધકબૂસટનો માર તેમજ સબીરે છરી મારી હતી ફરિયાદીનો ભાઇ આવતા આરોપીએ તેને મોઢાં તેમજ હાથના ભાગે છરી મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે બંને ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.