તમારો એક મત આવનારા 5 વર્ષ માટે ભુજનું ભવિષ્ય નક્કી કરશે: જાગૃત બનો, પ્રશ્નો પૂછો અને પછી જ મતદાન કરો!
copy image

એક જાગૃત નાગરિક તરીકે જ્યારે આપણે ટેક્સ ભરીએ , ત્યારે પાયાની સુવિધાઓ જેવી કે *સફાઈ, સારા રસ્તા અને ગટર વ્યવસ્થા* મળવી એ આપણો અધિકાર છે.
ચૂંટણી એ જ સમય છે જ્યારે જનતા પાસે “પાવર” હોય છે. ભુજના વિકાસ અને રોજબરોજની સમસ્યાઓના ઉકેલ માટે મત આપતી વખતે નીચેની બાબતો ચોક્કસ વિચારવી જોઈએ:
૧. ઉમેદવારની કામગીરી અને છબી
* શું ઉમેદવાર સ્થાનિક છે અને તમારા વિસ્તારની સમસ્યાઓથી વાકેફ છે?
* ભૂતકાળમાં જ્યારે તમે સફાઈ કે ગટરની ફરિયાદ કરી, ત્યારે તેમણે કેવો પ્રતિસાદ આપ્યો હતો
૨. લાંબી લાઈનો અને ટેકનોલોજીનો ઉપયોગ
* આજના ડિજિટલ યુગમાં જો નાગરિકોને નગરપાલિકાના નાના કામો માટે પણ લાઈનમાં ઊભા રહેવું પડતું હોય, તો એ વહીવટ તંત્રની નિષ્ફળતા છે.
* એવા પ્રતિનિધિને પસંદ કરો જે નગરપાલિકાની સેવાઓને *ઓનલાઈન* બનાવવા અને પારદર્શિતા લાવવા માટે મક્કમ હોય.
૩. સફાઈ અને પાયાની સુવિધાઓ
* ભુજ એક પ્રવાસન સ્થળ પણ છે, છતાં જો સફાઈનો અભાવ હોય તો તે દુઃખદ છે.
* ગટર અને રસ્તાના કામો માત્ર ચૂંટણી પહેલાં પેચવર્ક તરીકે થાય છે કે પછી લાંબા ગાળાના આયોજન સાથે? આ બાબત ખાસ ચકાસવી જોઈએ .
૪. જવાબદારી અને સુલભતા
* ચૂંટણી જીત્યા પછી શું એ નેતા સામાન્ય માણસને મળશે?
* શું તેમની પાસે શહેરના ટ્રાફિક, પાણી અને સ્વચ્છતા માટે કોઈ ઠોસ પ્લાન છે?
> *ખાસ નોંધ:* તમારો એક મત આવનારા 5 વર્ષ માટે ભુજનું ભવિષ્ય નક્કી કરશે. “ગતાનુગતિક” રીતે મત આપવાને બદલે, જે ખરેખર કામ કરવા માંગે છે અને જેની પાસે શહેર માટે વિઝન છે, તેમને પ્રાધાન્ય આપવું જોઈએ.
જાગૃત બનો, પ્રશ્નો પૂછો અને પછી જ મતદાન કરો!*