ચૂંટણીપંચ અને ભાજપ આગ સાથે ખેલી રહ્યું છે:મમતા બેનર્જી
copy image

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક રેલી સંબોધતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ અને ભાજપ આગ સાથે ખેલી રહ્યું છે. માલદાની ઘટના જેવી રાજ્યભરની સ્થિતિ બગાડવા પાછળ એક સુનિયોજિત ષડ્યંત્ર છે. એકાદી ઘટનાનો ઉપયોગ આખા બંગાળની છબી બગાડવા કરાય છે, તેવું મમતા બેનર્જીએ જણાવ્યું હતું . તૃણમૂલ સુપ્રીમોએ આરોપ મૂક્યો હતો કે, રાજ્યના અનુભવી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસકર્મીઓની બદલી કરી દેવાઇ જેઓ બંગાળની સ્થિતિથી પરિચિત હતા. એવા કેન્દ્રીય અધિકારી તૈનાત કરાયા છે, જેમનામાં બંગાળની પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા નથી, તેવું બેનર્જીએ કહ્યું હતું.