અંજાર તાલુકાના ચાંદ્રાણીમાં પશુઓને લઈજતાં વાહનને રોકવા અંગે થયેલી બબાલમાં બે જણને ઈજા
copy image

અંજાર તાલુકાના ચાંદ્રાણીમાં પશુઓને લઈજતાં વાહનને રોકવા અંગે થયેલી બબાલમાં બે જણને ઈજા પહોંચી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બનાવ અંગે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રકમાં પાડા ભરીને લઈને જતાં હતા તે સમયે આ પશુઓને કતલખાને લઈ જતા હોવાની શંકાના આધારે કેટલાક લોકોએ મોટરસાઈકલથી આ વાહનનો પીછો કર્યો હતો. ચાંદ્રાણી બસ સ્ટેશન પાસે આ વાહન રોકાવવામાં પશુપ્રેમીઓને સફળતા મળી હતી ત્યારબાદ અંદાજિત 1પ જણનાં ટોળાએ પીછો કરતાં લોકો સાથે ઝપાઝીપી કરી હતી, જેને કારણે બે જણને ઈજા પહોંચી હતી. વાહનમાં રહેલાં પશુઓને લોધેશ્વર ગૌશાળામાં મોકલવાની વ્યવસ્થા પોલીસતંત્ર દ્વારા કરાઈ હોવાના અહેવાલ બહાર આવ્યા હતા. આ બબાલમાં પશુ લઈને જતી ગાડીના કાચ પણ તૂટયા હોવાની વિગતો બહાર આવી હતી. છે