માધાપરના યુવકને APK ફાઈલ મોકલાવી બેન્કમાંથી એક લાખની છેતરપિંડી

copy image

copy image

ભુજ, ગત તા. 1-4 ના રોજ ઓનલાઈન ઠગબાજોએ માધાપરના શખ્સને એપીકે ફાઈલ વોટ્સએપમાં મોકલાવતાં તે ડાઉનલોડ કરતાં ખાતાંમાંથી છ ટ્રાન્જેકશન કરી કુલ્લે રૂા. 99,990 ઉપાડી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી આ બાબતે માધાપર પોલીસ મથકે સ્વામિનારાયણ નગર, જૂનાવાસ, માધાપર માં રહેતા ગિરીશભાઈ દેવજીભાઈ સોનેજીએ નોંધાવેલી ફરિયાદ બાબતે ગત તા 18/3ના તેને એક એપીકે ફાઈલ મોકલાઈ હતી. યુનિયન બેન્કના લોગો જેવો જ લગતા તેને ડાઉનલોડ કર્યું પછી એ ફાઇલ ન ખુલ્યા બાદ એક-એક મિનિટના ગાળામાં જ ફરિયાદીના યુનિયન બેન્કના ખાતાંમાંથી છ ટ્રાન્જેકશન મારફત કુલ્લે રૂા. 99,990 ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મુજબ તેમની સાથે ઓનલાઈન છેતરપિંડી બનેલા બનાવ ની ફરિયાદ નોંધાવી છે