અબુધાબીમાં ઈરાનના મિસાઈલ હુમલાના કાટમાળની ચપેટમાં આવીને પાંચ ભારતીય સહિત 12ને ઈજા

copy image

copy image

અબુધાબીમાં ઈરાનના મિસાઈલ હુમલાના કાટમાળની ચપેટમાં આવીને પાંચ ભારતીય સહિત 12ને ઈજા પહોંચી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હુમલો રહેણાક વિસ્તારમાં થયો હતો જ્યાં એક ઈરાની મિસાઈલ રોકવા દરમિયાન છુટેલા કાટમાળના કારણોસર રહેવાસીઓ ઘાયલ થયા હતા. આબુધાબી મીડિયા ઓફિસે એક્સ ઉપર એક પોસ્ટ મારફતે જણાવ્યું હતું કે, ઘટનામાં છ નેપાળી અને પાંચ ભારતીય નાગરિકને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યારે એક નેપાળી નાગરિકને ગંભીર ઈજા પહોંચી છે.આ બનાવે ખાડી ક્ષેત્રમાં રહેનાર ભારતીયોની સુરક્ષા માટેની ચિંતા વધારી છે. હવાઇ સુરક્ષા પ્રણાલીએ ઇરાનથી છોડાયેલી મિસાઇલો અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરી નાખતાં તેના ટુકડા જમીન પર પડયા હતા