PM મોદીને મળ્યા NCP(SP) ચીફ શરદ પવાર

જંતરમંતર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં પ્રદર્શનમાં પહોંચીને અભિજિત દીપકેને મળ્યાના બીજા દિવસે એનસીપી સુપ્રીમો શરદ પવારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ સુપ્રિયા સુલે પણ સાથે રહ્યા હતા. આ મુલાકાત સંસદ ભવનમાં થઇ હતી. મોદીને એક પત્ર પણ સોંપ્યો હતો. શું વાત થઇ તે સામે નથી આવ્યું. પવારની મોદી સાથે મુલાકાતથી રાજકીય અટકળોએ વેગ પકડયો સીમાંકન વિધેયક માટે ભાજપને એનસીપીના આઠ સાંસદના સમર્થનની જરૂર છે. આ મુલાકાતને આ નવા જોડાણના નવા સમીકરણ તરીકે જોવાઇ રહી છે. સુપ્રિયાએ કુલ્લ બેઠકોમાં 50 ટકા વધારાની લેખિત ગેરંટી મળે તો સીમાંકન ખરડા માટે સમર્થનનો સંકેત આપ્યો છે. જો કે, સુલેએ એનડીએમાં સામેલ થવા અથવા કોઇ પણ પ્રકારના વિલયના પ્રસ્તાવોની વાત ફગાવી દીધી હતી. આ સ્થિતિમાં શરદ પવારના આગામી પગલાં પર રાજકીય જગતની મીટ મંડાયેલી છે. મોદી અને પવાર વચ્ચે અંગત રીતે સારા આદરભર્યા સંબંધો છે. રાજકીય મતભેદો વચ્ચેય મોદી સરકારે 2017માં શરદ પવારને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.