ભચાઉમાં કેફીપીણું પીનારા બે એસઆરપી જવાન સામે ફરિયાદ

copy image

copy image

ભચાઉમાં કેફીપીણું પીનારા બે એસઆરપી જવાન સામે ફરિયાદ નોંધાઈ હતી. એસઆરપી ગ્રુપ-16 ભચાઉના ડે.ઓફિસર જેસંગભાઈ જીવણભાઈ ચૌહાણે બે પોલીસ કોન્સટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસસૂત્રોએ માહીતી આપતાં કહ્યું હતું કે,  રોલકોલમાં બંને આરોપી   લથડિયા ખાતા અને  જરૂરી પરવાના વિના કેફીપીણું પીધેલી હાલતમાં આવ્યા હતા, તહોમતદારોએ ગ્રુપના અધિકારી સાથે ઝડઘો કરી શિષ્તભંગ કરતા શબ્દો બોલતા હતા. પોલીસે બંને આરોપી સામે જુદી-જુદી ફરિયાદ નોંધી હતી.