કચ્છના નોટીફાઈડ એરિયામાંથી ત્રણને ઝડપી પાડતી LCB

image-40

copy image

copy image

પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર પોલીસ સ્ટે વિસ્તારમાં આવેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સના કેમ્પ વિસ્તારમાં ત્રણેય પરપ્રાંતીય વ્યક્તિ જોવા મળતા ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.  સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર કચ્છના સંવેદનશીલ સરહદી વિસ્તારને કેન્દ્ર સરકાર દ્વારા નોટીફાઈડ એરિયા જાહેર કરાયેલો છે. અહીં જવા માટે પરમિશન લેવી ફરજીયાત છે.  દરમિયાન નારાયણ સરોવર પોલીસના તાબા હેઠળના એવા વિસ્તાર જયાં BSFના યુનિટ આવેલા છે ત્યાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની મુવમેન્ટ દેખાઈ હતી. બાતમીને આધારે ભુજ LCB દ્વારા ત્રણ વ્યક્તિઓની અટકાયત કરતા તેમની પાસે નોટીફાઈડ એરિયામાં પ્રવેશ કરવાની કોઈ મંજૂરી ન મળી  હતી. જે અનુસંધાને ઝારખંડના રોહિતકુમાર સંતોષ મોદી, ઉત્તરપ્રદેશના અંકિત તિવારી અને બિહારના અભિષેક સિંહને ઝડપી પડાયા હતા. તેમની વવિરુદ્ધ નોટીફાઈડ એરિયામાં પ્રવેશ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.