ગાંધીધામના KSEZમાં આવેલ ટેક્સવુલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

KSEZ વિસ્તારમાં આવેલી ટેક્સવુલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દહેશત ફેલાઈ છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ આગમાં મોટું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.