પરવાનગી વિના પ્રવેશ કરનારા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કમગીરી કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

કચ્છ જીલ્લો દરીયાઇ અને જમીન રીતે આંતરરાસ્ટ્રીય સરહદ ધરાવતો હોય જેથી દેશની આંતરીક સુરક્ષા માટે વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. જેની ગંભીરતાને ધ્યાને લઇ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિધ્ધ કરી કચ્છ જીલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધીત વિસ્તાર (નોટીફાઇડ એરીયા) તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આવા નોટીફાઇડ એરીયામાં જતા પહેલા અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી છે.
કચ્છ જીલ્લામાં થયેલ ઔધ્યોગીક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતિય ઇસમોની અવરજવર સ્થાયી વસવાટ વધવા પામેલ છે. જે બાબતને ધ્યાને લઇ શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છનાઓ દ્વારા સદર નોટીફીકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટીફેકેશનનો ભંગ કરનાર ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જે અન્વયે એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ત્રણ શંકાસ્પદ ઇસમોની હિલચાલ પ્રતિબંધીત કચ્છ જીલ્લાના નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પ્રતિબંધીત વિસ્તારમાં આવતા બી.એસ.એફ. કેમ્પ વિસ્તારમાં જોવામાં આવેલ હોવાની હકિકત અન્વયે જરૂરી તપાસ કરી મજકુર (૧) રોહીત કુમાર સંતોષ મોદી રહે.-ગામ-અસના ઇંડરવા પો.સ્ટ. જુમરીતલૈયા જી.કોડરમાં રાજ્ય-ઝારખંડ (૨) અંકિત કમલેશ તિવારી રહે.-ગોપાલપુર પો.સ્ટ. સાંધીપુર જી.પ્રતાપગઢ રાજ્ય ઉત્તરપ્રદેષ (૩) અભિશેકકુમાર રવિન્દ્ર સિંધ રહે.-મનકરીયા તા.પહાડપુર જી. પુર્વીચંપારણ રાજ્ય-બિહાર વાળાઓને હસ્તગત કરી પુછપરછ કરતા તેણે કચ્છ જીલ્લાના નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પ્રતિબંધીત વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંઢીત જાહેર કરેલ કચ્છ જીલ્લાના અમુક વિસ્તારો પૈકી નારાયણ સરોવર પો.સ્ટે.ના બી.એસ.એફ. કેમ્પ વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટીફિકેશનનો ભંગ કરેલ હોય જેથી મજકુર ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.