“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, રાજેશભાઇ ગઢવી, શક્તિસિંહ ગઢવી, તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ મસ્કા ગામના બસ સ્ટેશન પાસે આવતા મુળરાજભાઈ ગઢવી તથા રાજેશભાઈ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ”બાગ ગામની બાજુમાં આવેલ સ્મશાન વાળા છેલ્લા માં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ભેગા મળી રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર ચાલુમા છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.