મુંદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ કાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, શક્તિસિંહ ગઢવી, વિક્રમસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જાડેજાનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા મોટી ખાખર ગામના બસ સ્ટેશન પાસે પહોચતા પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા શકિતસિંહ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “રઘુવીરસિંહ જીલુભા જાડેજા રહે.નાની ખાખર તા.માંડવી વાળી સુખપર ટીંબામાં આવેલ પોતાની વાડી ઉપર હાજર છે. જે મુંદરા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૬૯૯/૨૦૨૫ પ્રોહી એકટ કલમ ૬૫ એ.ઇ.૯૮(૨).૮૧.૮૩.૧૧૬(૨) વિગેરે મુજબના ગુના કામે નાસતો-ફરતો છે” જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. ૩૫(૧)(જે) મુજબ ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે