માધાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનીલભાઈ પરમાર તથા જીવરાજભાઇ ગઢવીનાઓ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, “નીલેશ પ્રતાપભાઈ નંદા રહે. પ્લોટ નં.એ-૪, માધવબાગ, ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર તા.ભુજ વાળો પોતાના રહેણાંક મકાનમાં તેના મળતીયાઓ સાથે મળીને હાલમાં ભારત ખાતે ઈન્ડીયન પ્રીમીયમ લીગ (આઇ.પી.એલ.) ક્રિકેટ મેચોમાં કઈ ટીમની હારજીત થશે અને ઓવરની સેશન દરમ્યાન કેટલા રન થશે તેના પર તથા રનના તફાવત ઉપર રુપીયાની હારજીતનો ક્રીકેટ સટ્ટાનો જુગાર રમી રમાડે છે અને પોતાના માલીકીના રહેણાક મકાનનો જુગાર ખાના તરીકે ઉપયોગ કરે છે.” તેવી ભરોષાપાત્ર બાતમી હકીકત મળતા આ બાતમી હકીકત અંગે ખાત્રી કરાવતા આ હકીકત સત્ય જણાયેલ હોઈ જેથી પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ પાસેથી જુગારધારા કલમ-૬ મુજબનો વોરન્ટ નં.૩/૨૦૨૬ તા.૦૪/૦૪/૨૦૨૬ થી મેળવવામાં આવેલ અને હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના ઇસમો મળી આવેલ તથા Assistant નામની એપ્લીકેશનમાં મેચના સોદાના હિસાબની એન્ટ્રીઓ કરવા માટે ઉપયોગ કરતા હોવાનું જણાવેલ જેમા જોતા દીલ્હી કેપીટલના સોદામાં -૨૮૧૨.૩૩ તેમજ મુંબઈ ઈન્ડીયન્સ ના સોદામાં ૪૫૧૯.૩૩ જોવામાં આવેલ તેમજ એક્સલ શીટમાં અલગ અલગ કોલમ હોઈ ४मा SL, RATE, AMOUNT, MD, SUPP, NAME, DEL, MUM, AT TIME विगेरे मु४५नी डोलमो વાઈઝ માહીતી જોવામાં આવેલ. જેમાં કુલ્લે રૂ.૫૫,૨૫,૦૦૦/- નો ક્રીકેટના સટ્ટાનો સોદો થયેલ હોવાનું જોવામાં આવે છે. જેથી હાજર મળી આવેલ ઇસમો તથા હાજર નહિ મળી આવેલ ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

. પકડાયેલ આરોપી –

નીલેશ પ્રતાપભાઈ નંદા(ભાનુશાલી) ઉ.વ.૫૦ રહે. પ્લોટ નં.એ-૪, માધવબાગ, ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર તા.ભુજ

  • ધર્મેશ પ્રવિણભાઈ ચોથાણી(ઠક્કર) ઉ.વ.૪૯ રહે. મુળ રૂમ નં.૩૦૩, અનુપમા કો.ઓ એપાર્ટમેન્ટ, બી.પી. ક્રોસ રોડ, રોડ નં.૪, મુલુન્ડ(વેસ્ટ) મુંબઈ (મહારાષ્ટ્ર) હાલે રહે. રહે. પ્લોટ નં.એ-૪, માધવબાગ, ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર તા.ભુજ
  • નિતેશ હરેશભાઈ ભોજવાણી ઉ.વ.૨૪ રહે.મ.ન.૧૦૭, મોનીષ એપાર્ટમેન્ટ, હરીઓમ બેકરી નજીક, ઉલ્લાસનગર-૫, કલ્યાણ, મુંબઈ (મહારાષ્ટ્ર) હાલે રહે.પ્લોટ નં.એ-૪, માધવબાગ, ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર તા.ભુજ

પકડવાના બાકી આરોપી –

  • જાપાન લાઈનના સોદો કરનાર વ્યક્તિ
  • પેરીસ જેરી લાઈનના સોદો કરનાર વ્યક્તિ
  • ક્રિકેટ સટ્ટો રમવા માટે ઉપયોગ કરેલ ફલ્લે મદામાલ કિં.૩.૭૬,૦૦૦/-

ટીવી એચ.ડી.એમ.આઈ. વાયર સાથે તથા એડપ્ટર સાથે કિ.રૂ.૧૫,૦૦૦/-

  • લેપટોપ નંગ-૦૨ જેની કિં.રૂ.૨૦,૦૦૦/-
  • મોબાઈલ ફોન નંગ-૦૮ કુલ્લે કિં.રૂ.૪૦,૦00/-

રાઉટર એડપ્ટર સાથે કિ.રૂ.૧,૦૦૦/-

  • લાઈટબીલ કિ.રૂ.૦૦/-