રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર : ફાયરિંગ કરી હુમલાખોર ફરાર
copy image

યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારનો બનાવ બન્યો છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. રવિવારે વહેલી સવારે વ્હાઇટ હાઉસની સામે આવેલા લાફાયેટ પાર્ક પાસે ગોળીબાર થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ ગોળીબાર કરનાર ફરાર થયા છે અને હાલમાં તેની તપાસ ચાલી રહી છે. પોલીસે શહેરના અનેક બ્લોક્સને ઘેર્યા છે. સિક્રેટ સર્વિસે કર્યું હતું કે મેટ્રોપોલિટન પોલીસ વિભાગ અને યુએસ પાર્ક પોલીસ સાથે મળીને કામ કરતી તેની ટીમો એક પુરુષ શંકાસ્પદ અને વાહનની સક્રિય શોધ ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી કોઈ નામ કે ઓળખ જાહેર કરવામાં નથી આવ્યું તેમજ . ગોળીબાર પાછળનો હેતુ પણ અસ્પષ્ટ છે. વધુમાં મળતી માહિતી અનુસાર ગોળીબાર થયો ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હતા.જાણવા મળ્યું છે કે તેમના દિવસના સમયપત્રકનું મુખ્ય આકર્ષણ વ્હાઇટ હાઉસમાં તેમના પરિવાર સાથેનું ખાનગી ઇસ્ટર ડિનર હતું.