ભારતીય સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે 1000 કિલોગ્રામ વજનના અત્યાધુનિક એરિયલ બોમ્બના નિર્માણ

image-58

copy image

copy image

ભારતીય સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે 1000 કિલોગ્રામ વજનના અત્યાધુનિક એરિયલ બોમ્બના નિર્માણ માટે સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પ્રક્રિયાને વેગ આપ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટાડવાનો અને `મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધારે  મજબૂત કરવાનો છે. આ બોમ્બ સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે, જે ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનોની પ્રહાર ક્ષમતામાં મોટો વધારો કરશે. આ નવો સ્વદેશી બોમ્બ અમેરિકાના પ્રખ્યાત `માર્ક-84′  બોમ્બની સમકક્ષ માનવામાં આવે છે. ` ભારત દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ 1000 કિલોનો બોમ્બ દુશ્મનના મોટા ટાર્ગેટ અને વ્યૂહત્મક સ્થળોને ક્ષણભરમાં નષ્ટ કરવાની શક્તિ ધરાવશે. સંરક્ષણ મંત્રાલયે આ સ્વદેશી બોમ્બો માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યું છે. જે મુજબ  600 એવા 1000 કિલોના હવાઈ બોમ્બ બનાવવામાં આવશે અને ખરીદાશે . તેની સાથે ટેલ યુનિટ અને બીજા જરૂરી ઉપકરણ પણ સામેલ હશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ  ભારતમાં જ તૈયાર થશે . જેનાથી ભારતની કંપનીઓ આગળ વધશે અને દેશની રક્ષા વ્યવસ્થા મજૂબત  થશે, આ એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. આ નવા હવાઈ બોમ્બ ઓટોમેટિક ટુકડામાં વહેંચાઈને ફેલાઈ જશે. આ ઉચ્ચ કેલિબરના હથિયાર છે, જે ખૂબ જ ઝડપી વિસ્ફોટ કરે છે.