ભારતનાં આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને નાણાકીય વર્ષ 2026-27 માટે 6 ટકા કરી દેવાયું

પશ્ચિમ એશિયાનાં તનાવની ભારતનાં અર્થતંત્ર ઉપર માઠી અસરો થવાની છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂડીઝ રેટિંગ્સ દ્વારા ભારતનાં આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને નાણાકીય વર્ષ 2026-27 માટે 6 ટકા કરી દેવામાં આવ્યું છે.  મૂડીઝ દ્વારા પોતાનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમ એશિયાનાં યુદ્ધથી ભારતની આર્થિક ગતિ અસરગ્રસ્ત થશે અને મોંઘવારીનું પણ જોખમ વધશે. એલપીજીના સપ્લાયમાં અવરોધ અને ઈંધણનાં ભાવમાં વધારાથી ઘરેલુ અસર જોવા મળી શકે છે. આનાથી પરિવહનની પડતર વધશે અને ખાદ્ય મોંઘવારી ઉપર પણ દબાણ આવશે કારણ કે ભારત ખાતર માટે પણ આયાત ઉપર નિર્ભર છે.  ભૂરાજકીય જોખમોનાં કારણે મોંઘવારીનું દબાણ વધશે. મૂડીનાં નવા રિપોર્ટમાં સરેરાશ મોંઘવારી દર 4.8 ટકા રહેવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. જે વર્ષ 202પ-26નાં 2.4 ટકા કરતાં વધારે છે